ભારત અને ચીન વચ્ચેના સંબંધો

5 ઓગસ્ટ, 1947માં ભારત આઝાદ થયું, જયારે 1 ઓક્ટોબર, 1949ના રોજ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (PRC)ની સ્થાપના થઈ. આમ, લગભગ- લગભગ સમાન અંતરે નવા જન્મેલા બન્ને પાડોશી દેશોની શાસન પદ્ધતિમાં વૈચારિક મતભેદ હતો. એક તરફ ભારતે ‘લોકશાહી’નો દામન પકડ્યો તો સામે ચીને કહી શકાય તેવા સામ્યવાદનું. આ વૈચારિક મતભેદ આગળ જતા બન્ને દેશોના સંબંધો પર ઘણી નકારાત્મક અસર છોડે છે, કારણ કે ચીને આટલો વિશાળ પ્રદેશ હોવા છતાં તેની વિસ્તારવાદી નીતિઓ વધુ વિસ્તારી, જે વર્તમાનમાં પણ જોવા મળે છે. જો કે, તે સંબંધોની શરૂઆત ઘણી સૌમ્યતા સાથે થઈ હતી.

ભારત-ચીન સંબંધોની શરૂઆત

જો કે, ભારત-ચીન સંબંધોના પુરાવા આપણને પ્રાચીન ભારતીય ઈતિહાસમાં જોવા મળે છે, જ્યારે ચંદ્રગુપ્ત-IIના સમયમાં ચીની યાત્રી ફાહ્યાન (ઈ.સ.405) અને હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી હ્યુ-એન-સાંગ (ઈ.સ.630-645)એ ભારતની મુલાકાત લીધી હતી. તેઓએ ભારતના તે સમયના ખૂબ વખાણ કર્યા છે. જો કે, આઝાદ ભારતમાં આ સંબંધોનો શ્રેય પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના ફાળે છે. વડાપ્રધાન નેત્રુ અને ચીની સમકક્ષ જોઉ–એનલાઈ વચ્ચે બંને દેશોના શાંતિપૂર્ણ અસ્તિત્વ માટે ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ના નારા સાથે ‘પંચશીલના કરાર’ વર્ષ 1954માં કરવામાં આવ્યા હતા. ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને મળનારું કાયમી સભ્યપદ ચીનને સોંપવામાં આવ્યું હતું. ભારતના આટલા સકારાત્મક વલણ બાદ ડ્રેગને વર્ષ 1962માં યુદ્ધ થોપી બેસાડ્યું. તેથી ઉપર્યુક્ત બંને બાબતોને ઘણા વિશ્લેષકો નેરુની ખરી ‘મૂર્ખાઈ’ ગણે છે. તે પહેલાં ચીન દ્વારા તિબેટનું અનિચ્છનીય અધિગ્રહણ અને તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાને ભારત દ્વારા આપવામાં આવેલી શરણથી ડ્રેગનના પેટમાં તેલ રેડાયું. આમ, 1962ના યુદ્ધ બાદ બન્ને દેશના સંબંધો મહદ અંશે નકારાત્મક રહ્યા.

1962ના યુદ્ધ બાદ સંબંધોમાં પરિવર્તન

ઈ.સ.1962ના યુદ્ધ બાદ બગડેલા સંબંધોનું પુનરુત્થાન ઈ.સ.1976માં થાય છે. જ્યારે ભારત-ચીન ફરી વખત પોતાના રાજદ્વારી સંબંધો શરૂ કરે છે. વર્ષ 1988માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી ચીન યાત્રા પર જાય છે. જ્યારે વર્ષ 1992માં તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરામન ચીનની યાત્રા કરનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બને છે.વર્ષ 2003માં પણ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ચીનની મુલાકાત કરે છે. વર્ષ 2011ને ‘ભારત-ચીન એક્સચેન્જ વર્ષ’ તથા વર્ષ 2012ને ‘ભારત-ચીન મૈત્રી અને સહયોગ વર્ષ’ મનાવવામાં આવે છે. આમ, 1962 બાદ ચીને પણ પોતાની અભૂતપૂર્વ આર્થિક પ્રગતિ કરી અને ભારત પણ પ્રગતિ ભણી આગળ વધ્યું.

ભારત-ચીન સંબંધ : 2014 બાદ

વર્ષ 2014માં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકારનું ગઠન થયું. વર્ષ 2015માં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની યાત્રા કરી, વર્ષ 2018માં ચીનના વુહાન શહેરમાં બંને દેશો વચ્ચે વુહાનમાં એક બેઠક યોજાઈ. જ્યારે બીજી એક બેઠક વર્ષ 2019માં ચેન્નાઈમાં યોજાઈ હતી. વર્ષ 2020માં ભારત-ચીને પોતાના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ પણ મનાવી, છતાં પણ ભારત અને ચીન વચ્ચે કેટલીક મડાગાંઠો જોવા મળે છે.

ભારત-ચીન સંબંધોનો વિવાદ

ભારત અને ચીન એકબીજા સાથે 4,000 કિ.મી.ની સરહદ ધરાવે છે. જેમાં અરુણાચલ પ્રદેશના લદાખ (અક્સાઈ ચીન), પેગોગસો સરોવર વગેરે ક્ષેત્રોની ખાસ સમાવેશ થાય છે. સિક્કિમ નજીકનું ‘ચિકન નક’ ક્ષેત્ર પૂર્વોત્તર ભારતના રાજયો સાથેના જોડાણનું મહત્ત્વનું ક્ષેત્ર છે, તેના પર પ્રભુત્વ વધારવા ચીન ભૂટાનના દોકલામમાં પણ પોતાનો દાવો કરે છે. તાજેતરમાં જ ગલવાન ખીશ અને અરુણાચલ પ્રદેશના ક્ષેત્રોમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ પણ થઈ હતી. આ સિવાય બ્રહ્મપુત્રા નદી જળ અંગે પણ મનમેળ નથી. ચીને બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવી રાખ્યા છે. જેથી પૂર્વોત્તર ભારતમાં પાણીના પ્રશ્નો ઉપસ્થિત છે. ચીન હંમેશાર્થી પાકિસ્તાન અને તેની આતંકવાદી પ્રવૃત્તિઓને પોષતું આવ્યું છે. વિશ્વના ઈનામધારી આતંકવાદીઓ પાકિસ્તાનમાં પનાહ લીધેલા હોવાં છતાં ચીન પાકિસ્તાનનો વૈશ્વિક મંચો પર સાથ આપે છે. આમ, ભારત તથા વિશ્વની આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ચીન પરોક્ષરૂપે સહયોગ કરે છે. ઉપરાંત ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપ (NSG)ના સભ્ય બનવામાં પણ ચીન વિરોધ કરી રહ્યું છે.

ભારત-ચીન સંબંધ : સકારાત્મકતા

બન્ને પાડોશી દેશો વચ્ચે કટુતાભર્યા સંબંધ હોવા છતાં પણ આર્થિક સહયોગ અને વ્યાપારમાં અનુકૂલન દેધ્યમાન થાય છે. ભારત અને ચીન 620 સમૂહનો ભાગ છે જયારે વર્તમાન વર્ષમાં G20ની અધ્યક્ષતા પણ ભારત પાસે છે. તે સિવાય બ્રિક્સ (BRICS), એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB), શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO), વર્લ્ડ બેંક, સંયુક્ત રાષ્ટ્ર, WTO વગેરે જેવા મંચોમાં ઘણા મુદ્દાઓ પર સહયોગ પણ કરે છે.

સારાંશ

ભારતે હંમેશા ‘પહેલો સગો પાડોશી’ કહેવતને સાર્થક કરતું વલણ દાખવ્યું છે. એટલે જ ચીન પાસે સંયુક્ત રાષ્ટ્રનું કાયમી સભ્યપદ છે. ચીન તેની વિસ્તારવાદી માનસિકતા છોડીને ઉપર્યુક્ત કહેવત આંશિકરૂપે સાર્થક કરે તેવી નીતિ અપનાવે તો છેલ્લાં થોડા સમયમાં એશિયાની મહાસત્તા તરીકે ઊભરી આવેલા બન્ને દેશો (ભારત અને ચીન) વિશ્વની મહાસત્તા હશે, તેમાં બે મત નથી.

5/5 - (1 vote)

અસ્લમ માથકીયા

Founder & CEO

મારુ નામ અસ્લમ માથકીયા છે. હું Aslam Mathakiya.com નો ફાઉન્ડર છું, મે આ પર્સનલ બ્લોગ સામાન્ય વ્યક્તિઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી ઉપયોગી માહિતી મળી રહે જેવીકે, સમાચાર, સ્પોર્ટ્સ સમાચાર, હેલ્થ રિલેટેડ તમામ અપડેટ, રોગો વિષે સામાન્ય માહિતી, વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન, વ્યક્તિ વિશેષ વગેરે માહિતી તમારા સુધી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Comment