વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ Vishva Paryavaran Divas Nibandh

વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ Vishva Paryavaran Divas Nibandh Gujarati | vishv paryavaran diwas gujarati nibandh | world environment day essay in Gujarati | GPSC | UPSC | ધોરણ STD 5,6,7,8,9,10,11,12.

વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ Vishva Paryavaran Divas Nibandh

વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ Vishva Paryavaran Divas Nibandh Gujarati

‘ઝાડ-છોડ ના ખરો નષ્ટ, શ્વાસ લેવામાં થશે કષ્ટ’

જીવનને વધારે સારુ અને અધિક પ્રાકૃતિક બનાવવા માટે પૂરા વિશ્વમાં પર્યાવરણમાં થોડાક સકારાત્મક બદલાવ લાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાનની સ્થાપના કરવામાં આવી.

વિશ્વ પર્યાવરણ દિવસ (WED) એક અભિયાન છે. જે પ્રતિવર્ષ 5 જૂનના રોજ વિશ્વભરના લોકો દ્વારા મનાવવામાં આવે છે. આ અભિયાનની શરૂઆત લોકોની વચ્ચે પર્યાવરણના મુદ્દા પર વૈશ્વિક જાગ્રતતા લાવવા સાથે પર્યાવરણ માટે હકારાત્મક પગલું લાવવા માટે કરવામાં આવ્યું છે.

દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે કોઈને કોઈ થીમ લઈને આવે છે. સૌ પ્રથમ જ્યારે 5 જૂન, 1974ના દિવસે આ દિવસ મનાવવામાં આવ્યો ત્યારે તેની પહેલી થીમ હતી.

“Only one earth”

દર વર્ષની જેમ આ વર્ષે 2023ની થીમ છે :

“Solution to Plastic Pollution”

આજકાલ પર્યાવરણનો મુદ્દો બહુ મોટો મુદ્દો છે. જેના માટે દરેક નાગરિકે જાગૃત થવું જોઈએ અને આ પરેશાનીનો સામનો કરવા માટે આપણે સકારાત્મક પ્રયાસો કરવા જોઇએ.

પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગયુક્ત વાતાવરણમાં સકારાત્મક બદલાવ લાવવા માટે વિદ્યાર્થીઓના રૂપમાં કોઈપણ દેશના યુવાનો સૌથી મોટી આશાનું કિરણ છે.

પર્યાવરણના મુદ્દા પર વૈશ્વિક જાગૃતતા લાવવાનું સંચાલન સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ દ્વારા કરવામાં આવે છે તથા તેની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 1972માં કરવામાં આવેલી આ દિવસ વિશેષ રૂપથી વર્તમાન વાતાવરણની સ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણને વધુ સારું બનાવવા માટે છે. આ દિવસ 100થી પણ વધારે દેશોના નાગરિકો-લોકો દ્વારા મનાવવામાં આવે છે. આ એ દિવસ છે કે જેમાં પર્યાવરણના સંદર્ભમાં જાગૃતતા કાર્યક્રમોના માધ્યમથી રાજનૈતિક ધ્યાનાકર્ષણની સાથે જ સાર્વજનિક કાર્યોને આગળ વધારવા માટે જનતા તેમજ રાજનેતા પ્રેરણા લે છે. લોોને પર્યાવરણના મુદ્દા પર કાર્ય કરવા અને વિશ્વભરમાં નિશ્ચિત તેમજ પર્યાવરણને અનુકૂળ વિકાસનો સક્રિય પ્રતિનિધિ બનવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.

શહેર ઉપરાંત વિશ્વપર્યાવરણ દિવસને અન્ય દેશો દ્વારા વ્યક્તિરૂપથી પોતાનાં રાજ્યો, શહેરો, ઘરો, સ્કૂલો, કોલેજો, સાર્વજનિક સ્થળો વગેરે પર પરેડ તથા વૃક્ષારોપણ, સફાઈ ગતિવિધિઓથી આયોજિત કરવામાં આવે છે.

‘ભવિષ્ય કાં તો લીલુંછમ હશે,
અથવા તો હશે જ નહિ.’

આ ધ્યાનમાં રાખી પર્યાવરણને સાચવી રાખવું એ આપણી ફરજમાં આવે છે. આપણે સૌએ એટલે કે દરેક નાગરિકે પૂરાં વર્ષ દરમિયાન થતા કાર્યક્રમના ઉદ્દેશોને ધ્યાનમાં રાખવું જોઈએ તથા તેને વૃક્ષારોપણના માધ્યમથી આસપાસના વાતાવરણને સુંદર બનાવવા અને સાફસફાઈ, પાણીની બચત, વીજળીનો ઓછો ઉપયોગ, જૈવિક અને સ્થાનિય ખાદ્ય પદાર્થનો ઉપયોગ જંગલી જીવનની સુરક્ષા વગેરેથી બહુ બધી ગતિવિધિઓને કાર્યરૂપમાં બદલવું જોઈએ.

‘જીવન જીવવા માટે આપણી પાસે એકમાત્ર આ જ ગ્રહ છે. જે આપણું ઘર છે અને આપણે બધા જ તેની પ્રાકૃતિક સુંદરતાને સદૈવ માટે રાખવામાં જવાબદાર છીએ.’

આજ ધરતી મા રડી રહી છે, કેમ કે……

મનુષ્યના કારણે આજે જીવ-જંતુઓને વિલુપ્ત હોવાના ટકા જેટલા હોવા જોઈએ તેનાથી 2000 ગણા વધારે છે. વૈજ્ઞાનિકો કહે છે :

2000થી વધારે જીવજંતુ હંમેશાં માટે લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂરા વિશ્વમાં દર વર્ષે લગભગ 55 લાખ લોકો દૂષિત હવાના કારણ મૃત્યુ પામે છે, જે કુલ મૃત્યુ આંકના લગભગ 20% જેટલો છે. ફક્ત ભારતમાં દર વર્ષે 12 લાખથી વધુ લોકો ઝેરી હવાના કારણે મૃત્યુ પામે છે. જેનાથી દેશને 38 અરબ ડોલરનું નુકસાન થાય છે. કદાચ, આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે ભારત દેશના 11 શહેર દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત દેશમાં સમાવિષ્ટ છે.

જેને કોઈ ગણતરી જ ન થઈ શકે તેવી પાણીની બરબાદીના કારણે ભૂજળ સ્તર ઝડપથી નીચે પટકાઈ રહ્યું છે.

ગ્લોબલ વોર્મિંગ હવે માત્ર મોટી-મોટી કોન્ફન્સનો હિસ્સો નથી, પરંતુ આપણે તેને અનુભવી રહ્યા છીએ.

આપણે જ વૃક્ષોને નષ્ટ કરી રહ્યા છે.

પર્યાવરણને નુકસાન તમારા મારા જેવા નાગરિક દ્વારા જ થઈ રહ્યું છે. મિત્રો, આવી વાતોનું લિસ્ટ એટલું લાંબું છે કે બધાને અહીં વ્યક્ત ન કરી શકાય. બસ, એટલું સમજી લો કે જો આપણે પર્યાવરણને બચાવવા માટે અત્યારથી પ્રયાસ શરૂ નહિ કરીએ તો કદારા, પાછળથી આપણને આ તક મળે અને કદાચ ન પણ મળે અને આપણા પછીની પેઢીઓ કદાચ ભૂલથી પણ આ ભૂલના કારણે આપણને માફ ન પણ કરે.

હું કહીશ કે,
આવો, આવો પર્યાવરણ બચાવીએ
તમામનું જીવન સુંદર બનાવીએ.
આપણે શું કરી શકીએ ? જવાબદારી શું છે આપણી –
સૌપ્રથમ તો
વૃક્ષો લાવો દેશ બચાઓ
વૃક્ષો વાવો જીવન બચાવ્ડ
જીવન ખુશહાલ બનાવો

એ ભૂલી જાવ કે સરકાર શું કરે છે કે શું નથી કરતી ? પડોશી શું કરે છે કે શું નથી કરતાં ? પરિવાર સાથ આપે છે કે નહિ…….

બસ, આપણે આવી જવાબદારી લેવી કે હું એક એજન્ટ બનીશ. હું મારા તરફ્થી પર્યાવરણને બચાવીશ. જો વિશ્વનો દરેક નાગરિક આમ વિચારતો થઈ જશે તો કદાય આપણે પર્યાવરણને બચાવવા સફ્ળ રહીશું.

વિશ્વ પર્યાવરણ દિવસ FAQ

વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે.

5/5 - (1 vote)

અસ્લમ માથકીયા

Founder & CEO

મારુ નામ અસ્લમ માથકીયા છે. હું Aslam Mathakiya.com નો ફાઉન્ડર છું, મે આ પર્સનલ બ્લોગ સામાન્ય વ્યક્તિઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી ઉપયોગી માહિતી મળી રહે જેવીકે, સમાચાર, સ્પોર્ટ્સ સમાચાર, હેલ્થ રિલેટેડ તમામ અપડેટ, રોગો વિષે સામાન્ય માહિતી, વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન, વ્યક્તિ વિશેષ વગેરે માહિતી તમારા સુધી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Comment