Abha card શુ છે? Abha cardના લાભ અને અન્ય વિગતો

ABHA Card શું છે? ABHA Cardના લાભ ABHA Card કેવી રીતે બનાવવું ? How To Create ABHA Card In Gujarati? આધાર કાર્ડથી ABHA કાર્ડ કેવી રીતે બનાવવુ ? What is ABHA Card? Benefits of ABHA Number/Card

ABHA Card શું છે?

ABHA Card એ હેલ્થ આઇ.ડી. કાર્ડ છે. આભા કાર્ડ ABDM (આયુષ્માન ભારત ડિઝિટલ મિશન) અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે. Abha નુ પુરુ નામ આયુષ્માન ભારત હેલ્થ અ‍કાઉન્ટ છે.  આ કાર્ડમા દર્દીની સારવાર, રોગ, લેબોરેટરી ટેસ્ટ ની માહિતિ ડિઝિટલી સ્ટોર કરવામાં આવે છે. આભા કાર્ડમાં ૧૪ અંકનો યુનિક નંબર છે. જે આભા આઇ.ડી. નંબર કહે છે.

ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મઓદી દ્રારા વર્ષ ૨૦૨૨માં આભા કાર્ડની શરૂઆત કરી હતી. આભા કાર્ડમાં ઉપર જણાવ્યા મુજબ તમામ હેલ્થને લગતા રેકોર્ડ ડિઝિટલી સ્ટોર કરવામાં આવે છે. આ માટે દર્દીની સંમતી પણ લેવામાં આવે છે. આભા કાર્ડમાં જે ૧૪ અંકના યુનિક હેલ્થ આઇ.ડી. અકાઉન્ટ નંબર છે. તે નંબર થી તમામ રેકોર્ડ ને આભા એન્ડ્રોઇડ એપ્લિલેશન દ્રારા ડોકટર તમામ રેકોર્ડ જોઇ શકે છે. આભા  કાર્ડનો મુખ્ય લાભ એ છે. કે હવે પાછલા વર્ષના હેલ્થ રેકોર્ડ ડિઝીટલ માધ્યમથી સ્ટોર કરવામાં આવે છે. અને તે ગમે તે સમયે અને કોઇપણ સ્થળે એક્સેસ કરી શકો છો. આભા કાર્ડ કઢાવ્યા બાદ વર્ષો જુના રેકોર્ડ સાચવવાની જરૂર નહી રહે.

આભા કાર્ડ કઢાવ્યા પછી રસીકરણ પત્રક, સારવારને લગતા ડોક્યુમેન્ટ, ખોવાઇજાય તો ચિંતા કરવાની જરૂર નથી રહે જે તમામ રેકોર્ડ આભા કાર્ડમાં ડિઝિટલી સ્ટોર કરવામાં આવશે.

આભા કાર્ડ દેશના તમામ હોસ્પિટલ, મેટીકલ અને લેબોરેટરી, ડિઝિટલ ઇમેઝિંગ સેન્ટર વગેરેની નોંધણી કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. જેનાથી તે ફેસીલીટીમાં દર્દીનો તમામ રીકોર્ડ ડિઝિટલી સ્ટોર કરી શકે આનાથી તમામ સ્વાસ્થય સંબંધીત સુવીધાઓને દેશના ડિઝિટલ સ્વાસ્થય સાથે જોડી શકાય.

મને ખાતરી છે કે અત્યાર સુધીમાં તમે જાણી ગયા કે (ABHA Card) આભા કાર્ડ શું છે? આભા કાર્ડ બનાવવાનો ઉદ્દેશ્ય શુ છે? આભા કાર્ડ કઢાવવાથી શુ લાભ થાય?

ABHA Cardના લાભ

  • આભા કાર્ડ મારફતે તમારો પાછલો હેલ્થ રેકોર્ડ જે ડિઝિટલિ સ્ટોર કરવાનાં આવ્યો છે. તે ગમે તે સમયે અને ગમે તે સ્થળે તમારો હેલ્થ રેકોર્ડ ટ્રેક અને ડોક્ટરને શેર પણ કરી શકો છો, જેથી તમારો રેકોર્ડ ખોવાઇ ગયો હોય કે અન્ય કારણો સર નાસ પામ્યો હોય તેવા સમયે જો આભા કાર્ડમા તમારો રેકોર્ડ સ્ટોર હોય તો ડોક્ટરને તે રેકોર્ડને એક્સેસ કરી જાણી શકે છે. આને આગળ સારવાર અને રીપોર્ટ કરાવવા માટે તેમના માટે સરળ રહે છે.
  • આભા કાર્ડમાં સ્ટોરેજ કરેલ ડેટાને દર્દીની અનુમતી વગર ના તો એક્સેસ કરી શકાય ના તો સ્ટોર કરી શકાય માટે તમારો રેકોર્ડ સિક્યોર પણ રહે છે. જ્યારે ડોક્ટરને આ રેકોર્ડ જોવો હોય તો તમારો આભા નંબર દાખલ કરી OTP આપવો પડે છે. તો જ રેકોર્ડ જોઇ શકે છે.
  • આભા કાર્ડ ઢાવ્યા પછી ગમે ત્યારે આ કાર્ડ અને તેમા રહેલ ડેટાને ડીલીટ કરાવી શકો છો.
  • આભા કાર્ડ કઠાવવુ ફરજીયાત નથી, જો દર્દી ઇચ્છે તો કઢાવી શકે છે, અને આ કાર્ડ દર્દી જાતે પણ ઓનલાઇન પોર્ટલ અને આભા એન્ડ્રોઇડ એપ્લિકેશન મારફત આભા કાર્ડ બનાવી શકે છે.

ABHA Card કેવી રીતે બનાવવું ? How To Create ABHA Card In Gujarati?

આધાર કાર્ડથી ABHA કાર્ડ કેવી રીતે બનાવવુ ?

તમારું ડિજિટલ હેલ્થ કાર્ડ ઓનલાઈન જનરેટ કરવા માટે, Official વેબસાઈટ પર અરજી કરો. જો તમે તમારા આધાર કાર્ડ દ્વારા નોંધણી કરાવી રહ્યા છો, તો નીચે જણાવેલ અનુસરો.

  • https://healthid.ndhm.gov.in/register વેબસાઇટની મુલાકાત લો અને ‘Create ABHA number’ માં Using Aadhaar પસંદ કરો.
  • ‘આધાર મારફતે જનરેટ કરો’ પસંદ કરો અને તમારો આધાર નંબર દાખલ કરો. તમારો નંબર નાખ્યા પછી સબમિટ કરો
    તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ (OTP) પ્રાપ્ત થશે. તે નંબરને જરૂરી જગ્યામાં મૂકો
    તમારી વ્યક્તિગત અને મૂળભૂત વિગતો દાખલ કરો. તમારું એકાઉન્ટ જનરેટ કરવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડ પસંદ કરો
  • નવા આઈડી અને પાસવર્ડ સાથે, તમારા એકાઉન્ટમાં લોગિન કરો. લોગ ઇન કર્યા પછી તમારા સરનામાની વિગતો આપો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે સાચવો.

ટેકો સોફ્ટવેર માં ABHA આઇ. ડી. કેવી રીતે બનાવવું ?

5/5 - (1 vote)

અસ્લમ માથકીયા

Founder & CEO

મારુ નામ અસ્લમ માથકીયા છે. હું Aslam Mathakiya.com નો ફાઉન્ડર છું, મે આ પર્સનલ બ્લોગ સામાન્ય વ્યક્તિઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી ઉપયોગી માહિતી મળી રહે જેવીકે, સમાચાર, સ્પોર્ટ્સ સમાચાર, હેલ્થ રિલેટેડ તમામ અપડેટ, રોગો વિષે સામાન્ય માહિતી, વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન, વ્યક્તિ વિશેષ વગેરે માહિતી તમારા સુધી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Comment