જંત્રી એટલે શું અને કોણ નક્કી કરે છે ?

સરકારી જંત્રી એટલે, કોઈ પણ પ્રોપર્ટીનું ખરીદ કે વેચાણ માટે સરકાર દ્વારા જે લઘુતમ ભાવ નક્કી કરવામાં આવે છે, જેના દ્વારા તમારા વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો તેને સરકારી ચોપડે તેની મિલકતના માલિકની નોંધણી કરવામાં આવે છે. જેને કાયદાકીય રીતે પુરવા તરીકે માન્ય ગણવામાં આવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. ગુજરાતમાં જેને જંત્રી કહેવામાં આવે છે તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જંત્રી શું છે?

લેન્ડ વેલ્યુ સર્ટિફીકેટ એટલે કે એલવીસી

જંત્રી એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું લૅન્ડ વૅલ્યૂ સર્ટિફીકેટ એટલે કે એલવીસી. તે રાજ્યભરમાં જમીન અને સ્થાવર મિલકતના ભાવો નક્કી કરે છે. ગુજરાતમાં આ ભાવ છેલ્લાં 12 વર્ષોથી વધ્યાં નહોતાં. હવે તેમાં ડબલ ભાવવધારો કરવામાં આવ્યો છે.

હવે જંત્રી એટલે જમીન કે કોઈ પણ પ્રૉપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવેલા લધુતમ ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે પ્રૉપર્ટીના માલિક છો તેવી નોંધણી થશે નહીંતર નહીં થાય.

આ એક એવો કાનૂની પુરાવો છે જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રૉપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે સ્ટૅમ્પ ડ્યૂટી કેટલી ચૂકવવાની થાય છે અને રજિસ્ટ્રેશન ચાર્જ કેટલો ચૂકવવવાનો થાય છે તે નક્કી કરવામાં મદદ મળે છે.

જંત્રીને અલગ અલગ નામે પણ ઓળખવામાં આવે છે. તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા તો રેડી રૅકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.

સરકારી ચોપડે માલિક બનવા માટે દસ્તાવેજની કિંમત જંત્રી દર કરતાં વધુ હોય તો જ માલિક બની શકાય. જંત્રીનો ભાવ રાજ્ય સરકાર નક્કી કરે છે. જમીનની બજાર કિંમતના આધારે સરકાર સમીક્ષા કરે ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે.

જંત્રીનું મહત્વ શું છે?

જંત્રીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. બેન્કમાંથી લોન લેવા માટે, લોન ક્રેડિટનો સમયગાળો વધારવા માટે, કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરવા માટે, ઇનકમ ટેક્સ ફાઈલ કરવા માટે, વિઝા મેળવવા માટે, આવકવેરા કે કેપિટલ ગેઇનના ફાઈલિંગ માટે તેનો ઉપયોગ થાય છે. તો હવે એક વાત નક્કી છે, જો તમે કોઇ પ્રોપર્ટી ખરીદી રહ્યા હો તો તમારે દસ્તાવેજ કેટલાનો કરવો પડશે તેની આગોતરી માહિતી મેળવવી જરૂરી છે.

જંત્રીના ભાવ માટે કયો નિયમ લાગુ પડે છે?

ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે. જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે. ગુજરાતમાં 2006માં સર્વે કરાયેલી જંત્રીનો અમલ 2008માં થયો હતો. 2011માં ફરીથી સુધારો થયો અને કેટલીક ભૂલો સુધારવામાં આવી. વેલ્યુ ઝોનના આધારે જંત્રીનો રેટ નક્કી કરવામાં આવે છે. જેને હાલમાં પણ સર્વેના આધારે જ નક્કી કરવામાં આવ્યો છે.

જંત્રીનો રેટ કેવી રીતે નક્કી થાય છે?

જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અનેલોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વનીભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તોજંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસઅને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગઅલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારારોડરસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.

જંત્રીનો રેટ ક્યાંથી જાણવા મળે

જંત્રીનો દર તમે ઓનલાઈન જાણી શકો છો. તમે ગરવી ગુજરાત કે મહેસૂલ વિભાગની વેબસાઈટ પર જશો, એટલે તમારેજેતે શહેર, ગામ અને વિસ્તારની વિગતો નાખવાની રહેશે. વિગતો આપ્યા બાદ તમને જંત્રીનો રેટ જાણવા મળશે. તમને રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક, બિનપીયત, ખેતીપીયત, બિનખેતીનો અને ખેતીલાયક વિસ્તારનો રેટ જાણવામળશે. રેટ રૂપિયા પ્રતિ ચોરસ મીટરમાં હોય છે.

5/5 - (1 vote)

અસ્લમ માથકીયા

Founder & CEO

મારુ નામ અસ્લમ માથકીયા છે. હું Aslam Mathakiya.com નો ફાઉન્ડર છું, મે આ પર્સનલ બ્લોગ સામાન્ય વ્યક્તિઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી ઉપયોગી માહિતી મળી રહે જેવીકે, સમાચાર, સ્પોર્ટ્સ સમાચાર, હેલ્થ રિલેટેડ તમામ અપડેટ, રોગો વિષે સામાન્ય માહિતી, વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન, વ્યક્તિ વિશેષ વગેરે માહિતી તમારા સુધી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Comment