15 ઓગસ્ટ સ્પીચ 15 August Speech In Gujarati

15 ઓગસ્ટ સ્પીચ 15 August Speech In Gujarati pdf | 15 august speech in gujarati for school students | 15મી ઓગસ્ટનું ભાષણ | સ્વતંત્રતા દિવસ સ્પીચ

15 ઓગસ્ટ સ્પીચ 15 August Speech In Gujarati
15 ઓગસ્ટ સ્પીચ 15 August Speech In Gujarati

15 August Speech In Gujarati

15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસ લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશમાં રાજ કર્યું. આપણે પરતંત્ર હતા. આપણું દેશ સ્વતંત્ર થાય એ માટે મહાત્મા ગાંધીજી અને બીજા અનેક નેતાઓએ પ્રયત્નો કર્યા. સ્વતંત્રતા મેળવવા કેટલાય શહીદો થયા.

સને 1947માં 15મી ઓગસ્ટ ના રોજ આપણને આઝાદી મળી. આ દિવસને આપણે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આ આપણો ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે.

15 મી ઓગસ્ટ ના રોજ અત્યંત મહત્વનો કાર્યક્રમ ધ્વજવંદનનો છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. તેઓ પ્રજાજોગ સંદેશો પાઠવે છે.

આપણા શહેરોમાં તથા ગામે ગામ વજવંદન નો કાર્યક્રમ યોજવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કરવામાં આવે છે.

15 મી ઓગસ્ટ ને દિવસે પ્રભાત ફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા દેશભક્તિના ગીતોનું ગાન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. રાત્રિના સમયે જાહેર સંસ્થાઓની ઇમારતોને રોશની થી શણગારવામાં આવે છે.

ખૂબ બલિદાન આપીને મેળવેલી આઝાદીનું જતન કરવા પ્રતિજ્ઞા લેવાનો આ દિવસ છે.

15મી ઓગસ્ટ સ્પીચ

અમે આઝાદ છીએ આ આઝાદી કયારે
પણ છીનવા નહીં દઈએ
તિરંગા ની શાન નહિ કયારે પણ
મિટવા નહીં દઈએ
કોઈ આંખ પણ ઉઠાવે હિન્દુસ્તાન પર
એની આંખની દુનિયા જોવા નહીં દઈએ

માનનીય મુખ્ય મહેમાન શ્રી, આદરણીય શિક્ષણ ગણ અને મારા પ્રિય દેશવાસીઓ. તમને બધાને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.

આપણે બધા જાણીએ છીએ કે આજે 15મી ઓગસ્ટ છે. અને આપણે બધા અહીં આપણા દેશનો 77 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે ઉપસ્થિત થયા છીએ. મિત્રો 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણું ભારત દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો હતો. જેને આઝાદ કરવા માટે કેટલાય સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

આજે સૌથી પહેલા આપણે તે સ્વતંત્રતા સેનાનીઓને નમન કરવા જોઈએ છે જેમણે આ દેશને આઝાદ કરવા માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું હતું. આ દિવસ આપણને મહાત્મા ગાંધી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, પંડિત જવાહરલાલ નેહરૂ, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, મોલાના અબ્દુલ કલામ આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, અસ્ફકુલ્લા ખાન, લોકમાન્ય તિલક, લાલા લજપતરાય જેવા ચેકડો મહાન સ્વતંત્રતા સેનાનીઓના ત્યાગ, તપસ્યા અને બલિદાનની યાદ અપાવે છે.

સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા દેશને અને તેના મૂલ્યોને સન્માન આપવું જોઈએ. આ આપણને યાદ અપાવે છે કે આપણે આપણી સ્વતંત્રતાની નિશ્ચિત રૂપથી ઉપયોગ કરીએ. આઝાદી પછી દેશે ખૂબ પ્રગતિ કરી છે. વિજ્ઞાન, ટેકનોલોજી, ખેતી, શિક્ષણ, આરોગ્ય, આર્થિક સાહિત્ય, રમત સહિત તમામ ક્ષેત્રમાં ભારતે ખૂબ જ પ્રગતિ કરી છે. પરંતુ આજે પણ આપણા દેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસમાનતા જેવી સમસ્યાઓ છે.

તો આવો, આજે સ્વતંત્રતા દિવસના અવસર પર આપણે બધા પ્રતિજ્ઞા કરીએ કે આ બધી સમસ્યાઓને ઉકેલવા આપણે પૂરતો પ્રયત્ન કરીશું અને આપણા દેશને વિશ્વનો સર્વ શ્રેષ્ઠ દેશ બનાવીશું.

દેશભક્તો સે હી દેશ કી શાન હૈ
દેશભક્તો સે હી દેશ કા માન હૈ
હમ ઉસ દેશ કે ફૂલ હે યારો
જિસ દેશ કા નામ હિન્દુસ્તાન હૈ

– જય હિન્દ, જય ભારત

5/5 - (2 votes)

અસ્લમ માથકીયા

Founder & CEO

મારુ નામ અસ્લમ માથકીયા છે. હું Aslam Mathakiya.com નો ફાઉન્ડર છું, મે આ પર્સનલ બ્લોગ સામાન્ય વ્યક્તિઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી ઉપયોગી માહિતી મળી રહે જેવીકે, સમાચાર, સ્પોર્ટ્સ સમાચાર, હેલ્થ રિલેટેડ તમામ અપડેટ, રોગો વિષે સામાન્ય માહિતી, વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન, વ્યક્તિ વિશેષ વગેરે માહિતી તમારા સુધી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Comment