દિવાળી વિશે નિબંધ Essay on Diwali in Gujarati

દિવાળી વિશે નિબંધ | gujarati essay | Nibandh | મારો પ્રિય તહેવાર દિવાળી નિબંધ gujarati | Essay on Diwali in Gujarati | Diwali Gujarati nibandh | diwali nibandh gujarati

દિવાળી વિશે નિબંધ Essay on Diwali in Gujarati

દિવાળી વિશે નિબંધ

ભારત તહેવારોનો દેશ છે. ભારતમાં જન્માષ્ટમી, દશેરા, રક્ષાબંધન, ઉતરાયણ, દિવાળી, ગણેશ ચતુર્થી જેવા અને તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી છે. તેમાંથી દિવાળી મારો પ્રિય અહેવાલ છે. દિવાળીને દિપાવલી પણ કહેવાય છે. દિવાળી ભારતનો સૌથી વધુ લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર પાંચ દિવસ મનાવવામાં આવે છે.

આ તહેવાર ધનતેરસથી ભાઈબીજ સુધી ચાલે છે. દિવાળીનો તહેવાર મને ખૂબ જ પ્રિય છે. દિવાળીના દિવસે અન્ય તહેવારની જેમ લોકો નવા કપડાં પહેરે છે. ઘરના આંગણામાં રંગબેરંગી કલરથી રંગોળીઓ બનાવે છે. બજારો, ઘરો, શેરીઓ રોશની થી ઝગમગી ઊઠે છે. મને રંગોળી બનાવી ખૂબ જ ગમે છે. ઘરોમાં સ્વાદિષ્ટ મીઠાઈઓ બનાવવામાં આવે છે. મને બરફી ખૂબ જ ભાવે છે. અમે એકબીજાને મીઠાઈઓ આપીએ છીએ.

ધનતેરસના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. અને સાથે ગણેશજીની પૂજા થાય છે. દિવાળીનો તહેવાર દીવડાઓનો તહેવાર છે. લોકો પોતાના ઘરમાં દીપ પ્રગટાવી પ્રકાશ ફેલાવી આ તહેવાર ઉજવે છે.

શ્રી રામચંદ્રજી ભગવાન, સીતાજી, લક્ષ્મણજી 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા હતા. તેની ખુશીમાં આ તહેવાર મનાવવામાં આવે છે. આસો વદ અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસ વિક્રમ સવંત નો છેલ્લો દિવસ છે. બીજા દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. તેથી પણ આ તહેવાર ઉજવાય છે.

બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. દિવાળી પર બાળકો ફટાકડા ખરીદે છે અને આતિશબાજી આનંદ માળે છે.

દિવાળીનો તહેવાર બધાને હળી મળીને રહેવાનું સંદેશો પાઠવે છે. આ તહેવાર મારામાં નવો ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે. હું દર વર્ષે આ તહેવારની રાહ જોઉં છું.

Diwali Gujarati nibandh

આપણા ભારત દેશમાં વર્ષ દરમિયાન અનેક સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવાય છે. તેમાં દિવાળીને ‘તહેવારોનો રાજા’ કહેવાય છે. રોજિંદા અને સતત શ્રમથી માનવ જીવન કંટાળા રૂપ અને નિર્જીવ ન બની રહે તે માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં આનંદ ઉલ્લાસ રાહત અને સુખ શાંતિ લાવે છે.

દિવાળી એ આસો મહિનામાં આવે છે. નવરાત્રી પૂર્ણ થતા જ લોકો દિવાળીની તૈયારી શરૂ કરવા લાગે છે. સ્ત્રીઓ ઘરની સાફ સફાઈ કરે છે, ઘરોમાં રંગરોગાન કરવામાં આવે છે. દિવાળી નજીક આવતા જ બજારોમાં લોકોના ટોળા જોવા મળે છે. બજારો રોશની થી જગમગિ ઊઠે છે. લોકો ઘરોમાં પણ રોશની કરે છે. લોકો દિવાળી માટે ખરીદી કરે છે.

લોકો ફટાકડા, નવા કપડા, મીઠાઈ વગેરેની ખરીદી કરે છે. બાળકો ફટાકડાની ફોડી ખૂબ આનંદ માણે છે.

દિવાળી નો તહેવાર અઠવાડિયાનો હોય છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ, ભાઈબીજ, ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. દુકાનોમાં આ દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે કાળી માતાની પૂજા થાય છે.

દિવાળીના દિવસે લોકો ઘરના આંગણે રંગોળી બનાવી દીવડા પ્રગટાવે છે. શ્રી રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજી 14 વર્ષના વનવાસ પૂર્ણ કરી દિવાળીના દિવસે અયોધ્યા આવ્યા હતા. અયોધ્યા વાસીઓએ તેમના આગમનની ખુશીમાં દીવડાવો પ્રગટાવી અને મીઠાઈ વહેંચી હતી. ત્યારથી આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. આસો વદ અમાસ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ છે. એના બીજા દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. તેની ખુશીમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે.

બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાના ઘરે નવા વર્ષની શુભેચ્છા પાઠવવા જાય છે અને ‘સાલ મુબારક’ કહે છે. મીઠાઈઓ ખાય છે. વડીલોને પગે લાગીને આ દિવસે આશીર્વાદ લેવામાં આવે છે. જે આપણી સંસ્કૃતિ અને પરંપરા છે. રાત્રે લોકો ફટાકડા ફોડે છે, ફટાકડાના અવાજથી ચોતરફ ઉત્સાહનો માહોલ લાગે છે.

નવા વર્ષના બીજા દિવસે ભાઈબીજ ઉજવાય છે. ભાઈ બહેનના ઘરે જાય છે. બહેન ભાઈને પ્રેમથી જમાડે છે અને ભાઈ ભેટ આપે છે. છેલ્લે લાભ પાંચમના દિવસે વેપારીઓ ધંધા રોજગાર ચાલુ કરે છે. આમ, દિવાળી લોકોના જીવનમાં નવી ચેતના ભરી દે છે.

દિવાળી વિશે 10 વાક્ય | 10 lines on diwali in gujarati

દિવાળી વિશે 10 વાકયો | diwali vishe 10 vakyo gujarati ma | diwali nibandh

દિવાળી એટલે આનંદ ઉલ્લાસનો તહેવાર.

આસો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા લાગે છે.

દિવાળી નો તહેવાર પાંચ દિવસ ચાલે છે.

લોકો કપડા, ફટાકડા, મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે.

દિવાળીના દિવસે લોકો ચોપડા પૂજન કરે છે.

દિવાળીના પછીના દિવસે બેસતું વર્ષ હોય છે.

દિવાળીના દિવસે બાળકો ફટાકડા ફોડીને આનંદ માણે છે.

લોકો દીવાઓ અને વીજળીના તોરણોથી ઘર શણગારે છે.

બહેનો આંગણામાં રંગોળી અને સાથીયા પૂરે છે.

દિવાળી સૌને બહુ આનંદ આપે છે. તેથી તે ‘તહેવારનો રાજા’ છે.

Rate this post

અસ્લમ માથકીયા

Founder & CEO

મારુ નામ અસ્લમ માથકીયા છે. હું Aslam Mathakiya.com નો ફાઉન્ડર છું, મે આ પર્સનલ બ્લોગ સામાન્ય વ્યક્તિઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી ઉપયોગી માહિતી મળી રહે જેવીકે, સમાચાર, સ્પોર્ટ્સ સમાચાર, હેલ્થ રિલેટેડ તમામ અપડેટ, રોગો વિષે સામાન્ય માહિતી, વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન, વ્યક્તિ વિશેષ વગેરે માહિતી તમારા સુધી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Comment