નમસ્તે મિત્રો, આજે આપણે આ લેખમાં સર્વશ્રેષ્ઠ હોળી વિશે ગુજરાતી નિબંધ (Holi Nibandh In Gujarati) રજૂ કર્યો છે. આ સિવાય હોળી વિશે 10 વાક્યો પણ બોર્ડની પરીક્ષામાં લખવાના હોય છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ અહીં અમારા દ્વારા કોઈ સર્વશ્રેષ્ઠ અને સચોટ માહિતી આપવામાં આવી છે.
હોળી વિશે નિબંધ
હિન્દુ ધર્મમાં રંગો નો તહેવારે એટલે હોળી. હોળી દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હોળીનું મહત્વ છે. હિરણ્યકશિપુ નામનો એક અસુર રાજા હતો. તેમને એક દીકરો હતો તેમનું નામ પ્રહલાદ હતું. તે ભગવાનનો ભક્ત હતો. પણ તેમના પિતાને તે ગમતું ન હતું. તેમના પિતાએ પ્રહલાદ ને ઘણું બધું સમજાવ્યું પણ તેણે ભક્તિ કરવાનું છોડ્યું નહીં. પ્રહલાદ ને મારી નાખવા માટે તેમના પિતાએ ઘણા પ્રયાસો કર્યા. પરંતુ પ્રહલાદ મર્યો નહીં.
પ્રહલાદની ફઈ હોલિકા પાસે એક ચૂંટણી હતી. એ ચુંદડી ઓઢીને તે ચિતામા બેસે તો તેને આગની અસર ન થાય. પ્રહલાદ ને જીવતો સળગાવી નાખવા હોલિકા તેને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેઠી. પવનની લહેર આવતા ચુંદડી ઉડી ગઇ અને હોલિકા બળી ગઈ. પણ પ્રહલાદ ભગવાનનો ભક્તો હોવાથી બચી ગયો. તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે.
કોડીના દિવસે લોકો ઉપવાસ રાખે છે. શેરીએ-શેરીએ લોકો લાકડા અને છાણા ભેગા કરી ચોકમાં હોળી તૈયાર કરે છે. અને સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો ધાણી-ચણા વડે હોળીની પૂજા કરે છે. અને કેટલાક લોકો હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં શ્રીફળ હોમે છે. અને પછી લોકો મિષ્ટાન્ન જમે છે.
હોળીનો બીજો દિવસ ‘ધુળેટી’ તરીકે ઓળખાય છે. આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ ફેંકી આનંદ મનાવે છે. હોળી એ રાજસ્થાનીઓનો મોટો તહેવાર છે. એવા કેટલાય રાજસ્થાનની લોકો જે બહારના રાજ્યોમાં કામ કરતા હોય છે તે લોકો પણ હોળીનો તહેવાર મનાવવા વતનમાં પાછા ફરે છે. રાજસ્થાનીઓ માટે એક ઉક્તિ ખૂબ જ પ્રચલિત છે: ‘દિવાળી તો અઠેકઠે પણ હોળી તો ઘરે.’
હોળી રંગ રાગ અને આનંદ ઉલ્લાસનો તહેવાર છે.
Holi Nibandh In Gujarati 10 Lines હોળી વિશે 10 વાક્યો
દર વર્ષે હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે.
હોળી એટલે રંગોનો તહેવાર.
હોળીના તહેવારની બાળકો આતુરતાથી રાહ જુએ છે.
હોળીનો તહેવાર ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
આ તહેવાર શિયાળાની પૂર્ણહુતી અને ઉનાળાના આગમનનો સંકેત આપે છે.
ઘોડી નો તહેવાર ઉજવવા પાછળ એક પૌરાણિક કથા છે.
હિરણ્યકશિપુ નાના અસરને પ્રહલાદ નામનો પુત્ર હતો. પુત્રની ભક્તિ પિતાને ખટકતી હોવાથી પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નો કર્યા.
છેવટે હિરણ્યકશિપુની બહેન પ્રહલાદની ખોડામાં લઈ અગ્નિ પર બેસી ગઈ. હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકશે નહીં. છતાં પણ પ્રહલાદની ભક્તિની શક્તિએ તેને બચાવી લીધો અને હોલિકા બળી ગઈ.
આ દિવસથી જ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. તેના બીજા દિવસે ‘ધુળેટી’ નો તહેવાર મનાવવામાં આવે છે.
ધૂળેટીના દિવસે લોકો પરિવારના સભ્યો, મિત્રો સાથે રંગોથી રમે છે.
Holi Nibandh In Gujarati
ભારત ઉત્સવ પ્રિય દેશ છે. ભારતભરમાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર છે. હોળી રંગો અને ઉમંગનો તહેવાર છે. હોળી આપણા ભારતનો પ્રાચીન અને પ્રમુખ તહેવાર છે. હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે.
ભારતમાં હોળીનો ઉત્સવ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. હોળીના પહેલા દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે. તેના માટે લાકડા છાંણા એકઠા કરી હોળી તૈયાર કરવામાં આવે છે. હોળીના દિવસે લોકો ખજૂર અને ધાણી ખાય છે. રાત્રે હોળી પ્રગટાવી તેની પૂજા કરવામાં આવે છે. લોકો હોળીની પ્રદક્ષિણા કરી તેમાં નાળિયેર હોમે છે.
હોળી મનાવવા પાછળ એક પૌરાણિક કથા છે. હિરણ્યકશિપુ નામનો એક અસુર રાજા હતો. તેમનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો મોટો ભક્ત હતો. હિરણ્યકશિપુ ને તે પસંદ ન હતું. પરંતુ તેને પ્રહલાદ ને અનેકવાર ભક્તિ કરતાં અટકાવ્યો. પરંતુ પ્રહલાદ ભક્તિમાં જ લિન રહ્યો. હિરણ્યકશિપુએ અનેકવાર પ્રહલાદ ને મારી નાખવા નો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભગવાનની ભક્તિ એ તેને બચાવી લીધો. હિરણ્યકશિપુને હોલિકા નામની બહેન હતી. જેને વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકશે નહીં. હોળીકા પ્રહલાદની ખોળામાં લઈ અગ્નિ પર બેસી ગઈ. પરંતુ વિષ્ણુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોળીકા બળી ગઈ.
તે દિવસથી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. હોળીના બીજા દિવસે ‘ધુળેટી’ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો રંગો થી રમે છે. જીવનને હોળીના રંગો ઉત્સાહથી ભરી દે છે. લોકો અબીલ-ગુલાલથી હોળી રમે છે. અને નાના બાળકો પિચકારી અને ફુગામાં રંગીન પાણી ભરી હોળી રમવાની મજા માણે છે.
હોળીના દિવસે લોકો સ્વાદિષ્ટ પકવાન અને મીઠાઈ બનાવે છે. જુના મન દુઃખ ભૂલી લોકો એક સાથે હોળી રમે છે.
આમ આ તહેવાર પ્રેમ આનંદ અને ભાઈચારનો સંદેશ આપે છે.
આશા રાખીએ કે ઉપર રજૂ કરેલ હોળી વિષે ગુજરાતી નિબંધ (Holi Nibandh In Gujarati) તથા Holi Nibandh In Gujarati 10 Lines તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. તમારા કોઈ સુજાવ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવી શકો છે. અમે જરૂરથી તમારા સલાહ સૂચનો ધ્યાને લઈશું.
તમારે અન્ય કોઈ વિષે પર નિબંધ જોઈતા હોય તો પણ તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને તો તમારે અમારી વેબસાઇટમાં તમારો નિબંધ સબમિટ કરવો હોય તો પણ તમે અમારા ઈમેલ આઈડી [email protected] પર મોકલી શકો છો. વાંચવા માટે આભાર ફરી પધારસો 🙏