15 મી ઓગસ્ટ ગુજરાતી નિબંધ | 15mi august gujarati nibandh | સ્વતંત્રતા દિવસ પર નિબંધ | Essay On Independence Day In Gujarati | independence day 10 lines gujarati 15મી ઓગસ્ટ પર 10 લાઈન | હર ઘર તિરંગા પર નિબંધ
15 મી ઓગસ્ટ નિબંધ
15 ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. લોકોના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. પરિણામે આપણા હજારો કારીગરો બેકાર બન્યા હતા. અંગ્રેજોના જોરજુલમાંથી ભારતની પ્રજા ત્રાસી ગઈ હતી. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી. દેશની પ્રજાએ ગાંધીજીને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો.
જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાલ ગંગાધર તિલક, લાલા લજપતરાય વગેરે દેશ નેતાઓએ પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી દીધું.
છેવટે 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો. એ પ્રસંગે લોકોએ ખૂબ આનંદ મનાવ્યો હતો. ત્યારથી સમગ્ર દેશમાં દર વર્ષે 15મી ઓગસ્ટનો દિવસ ‘સ્વાતંત્ર્ય દિન’ તરીકે આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે.
15મી ઓગસ્ટના દિવસે ભારતભરમાં જાહેર રજા હોય છે. શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. કેટલાક ગામોમાં અને શહેરોમાં પ્રભાત ફેરીઓ નીકળે છે. તેમાં બાળકો દેશભક્તિના ગીતો ગાય છે અને દેશ પ્રેમને લગતા સૂત્રો પોકારે છે.
15 મી ઓગસ્ટના દિવસે સવારે દિલ્હીના લાલ કિલ્લા પરથી આપણા વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધન કરે છે.
આપણે આઝાદ થયા પછી પણ હજુ પૂરેપૂરા આબાદ થયા નથી. 15 મી ઓગસ્ટના દિવસે આપણી શહીદોને યાદ કરીએ. આઝાદીનું રક્ષણ કરવાની અને દેશને આબાદ કરવાની પ્રતિજ્ઞા લઈએ.
સ્વતંત્રતા દિવસ પર નિબંધ
15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર નિબંધ – ભારતના રાષ્ટ્ર તહેવારોમાં 15 મી ઓગસ્ટ મુખ્ય રાષ્ટ્રીય તહેવાર છે. દર વર્ષે ભારતમાં 15 મી ઓગસ્ટના દિવસે ‘સ્વતંત્રતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.
ઇ.સ. 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજો શાસન કરતા હતા. આપણો દેશ અંગ્રેજોની યાતનાઓ સહન કરતો હતો. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા. અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા. આખરે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો. ત્યાંથી દેશના લોકોએ આઝાદીનો આનંદ બનાવ્યો. ત્યારથી 15 મી ઓગસ્ટ નો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
આ દિવસે શાળા, કોલેજ, સરકારી કચેરીઓમાં ધ્વજ વંદન નો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ નું ગાન કરવામાં આવે છે. આઝાદીની લડતમાં બલિદાન આપનાર શૂરવીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધે છે. કેટલાક ગામો અને શહેરોમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. આઝાદીની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રભાવના જગાડે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નાટકો, સંવાદો વગેરેનું આયોજન કરવામાં આવે છે. સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે.
આવી રીતે સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
Essay On Independence Day In Gujarati
15 મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિન. લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશમાં રાજ કર્યું. આપણે પરતંત્ર હતા. આપણો દેશ સ્વતંત્ર થાય એ માટે મહાત્મા ગાંધીજી અને બીજા અનેક નેતાઓએ પ્રયત્નો કર્યા. સ્વાતંત્રતા મેળવવા કેટલાય શહીદો થયા.
સને 1947 માં ઓગસ્ટ મહિનાની 15 તારીખે આપણા દેશને આઝાદી મળી. આ દિવસને આપણે સ્વાતંત્ર્ય દિવસ અથવા દિન તરીકે ઉજવીએ છીએ. આ આપણો ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે.
15 મી ઓગસ્ટના રોજ અત્યંત મહત્વનો કાર્યક્રમ ધ્વજવંદનનો છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે તેઓ પ્રજાજોગ સંદેશો પાઠવે છે.
આપણા શહેરોમાં તથા ગામોમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં અને જાહેર સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કરવામાં આવે છે.
15 મી ઓગસ્ટની દિવસે પ્રભાતેરીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા દેશભક્તિના ગીતો ગાન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. રાત્રીએ જાહેર સંસ્થા ઓની ઇમારતોને રોશની થી શણગારવામાં આવે છે.
ખૂબ બલિદાન આપીને મેળવેલી આઝાદીનું જતન કરવા પ્રતિજ્ઞા લેવાનો આ દિવસ છે.
દરેકને રાષ્ટ્રપ્રેમ માટે, ગૌરવ બલિદાન આપવાની ભાવના હોવી જોઈએ.
15 મી ઓગસ્ટ વિશે નિબંધ
15 ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઇ.સ. 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આપણો દેશ પરતંત્ર હતો. તેથી આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા એમાં અનેક દેશભક્તો એ પોતાના બલિદાન આપ્યા. આખરે 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો. દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો. ત્યારથી દર વર્ષે ખૂબ ધામધૂમથી આ દિવસ ઉજવાય છે.
આ દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. મીઠાઈ વહેંચવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. ઘણી સરકારી અને સાર્વજનિક સંસ્થાઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમ યોજાય છે. દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. અને રાષ્ટ્રની સંબોધે છે. આ દિવસે આઝાદીના લડવૈયાઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
15 ઓગસ્ટ આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે.
independence day 10 lines gujarati 15મી ઓગસ્ટ પર 10 લાઈન
15 મી ઓગસ્ટ પર 10 વાક્યો – independence day 10 lines gujarati 15મી ઓગસ્ટ પર 10 લાઈન
15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઇ.સ. 1947 પહેલા અંગ્રેજો ભારત પર શાસન કરતા હતા.
ભારતને આઝાદી અપાવવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી, તેમના નેતૃત્વ હેઠળ અનેક આંદોલનો થયા.
સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, ભગતસિંહ વગેરે દેશ નેતાઓએ પોતાનું જીવન દેશની સેવા માટે અર્પણ કરી દીધું.
અનેક વિરો એ પોતાના બલિદાન આપ્યા. આખરે 15મી ઓગસ્ટ 1947 માં ભારત દેશ આઝાદ થયો.
આ દિવસે ભારતના વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.
ત્યાર પછી રાષ્ટ્રીય ગીત ‘જન ગણ મન’ નું ગાન કરવામાં આવે છે.
આ દિવસે વીર શહીદોને યાદ કરવામાં આવે છે.
15 મી ઓગસ્ટના દિવસે શાળાઓમાં રજા હોય છે. ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે.
કેટલાક શહેરો-ગામોમાં પ્રભાતફેરી નીકળે છે.
હર ઘર તિરંગા પર નિબંધ
હર ઘર તિરંગા અભિયાન વિશે નિબંધ ગુજરાતી | 15 August har ghar tirga nibandh gujarati
આવો આઝાદીનો
અનેરો ઉત્સવ બનાવીએ
આ વખતે તો
હર ઘર તિરંગા લહેરાવીએ
જય હિન્દ, સ્વતંત્રતાનો દિવસ એટલે 15 મી ઓગસ્ટ. 15 મી ઓગસ્ટના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો માટે આ દિવસ સ્વતંત્રતાનો દિવસ કહેવામાં આવે છે.
આ 15મી ઓગસ્ટના દિવસે ભારતમાં એક અલગ આયોજન કરવામાં આવેલું છે. તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવાનું છે. જેમાં સમગ્ર ભારત વાસી પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી શકશે… આ વખતે દેશને આઝાદ થયા ને 75 વર્ષ પૂર્ણ થયા છે.
આપણે આપણા ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવીએ ત્યારે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તેનું અપમાન ન થાય ઉપર કેસરી રંગ જે વીરતા અને બલિદાનનું પ્રતીક છે. વચ્ચે સફેદ રંગ વધી શાંતિનું પ્રતીક છે અને નીચે લીલો રંગ છે હરિયાળી નું પ્રતિક આમ સાચા ક્રમમાં ઝંડા ફરકાવીએ એનું ધ્યાન પણ રાખવું જરૂરી છે.
આવો આ વખતે હર ઘડતી રંગો લહેરાવી અને આ અભિયાનને સફળ બનાવવું એ આપણી ફરજ છે. જય ભારત……..