વલ્ડ મેલેરિયા રિપોર્ટ 2022

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા પ્રકાશિત વિશ્વ મેલેરિયા રિપોર્ટ 2022 અનુસાર, COVID-19 મહામારીએ મેલેરિયાને નિયંત્રિત કરવાના પ્રયાસોને બાધિત કર્યા છે, જેના પરિણામસ્વરૂપ છેલ્લાં બે વર્ષોમાં વૈશ્વિક સ્તરે 63,000 વધુ મોત અને 1.30 કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સ્વાસ્થ્ય આ સંસ્થા WHOએ જણાવ્યું હતું કે એક પરજીવી બીમારી મેલેરિયા 2020માં વધી હતી અને 2021માં પણ વધતી ગઈ હતી, અલબત્ત તેનો વૃદ્ધિદર પહેલાં કરતાં ઓછો હતો.

વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2022 | World Malaria Report 2022

રિપોર્ટમાં 3 નવા વિભાગો છે.

  • 2021 અને 2022માં શરૂ કરાયેલી વૈશ્વિક અને ક્ષેત્રીય પહેલો.
  • દેખરેખ પ્રણાલી મૂલ્યાંકન પર વૈશ્વિક મેલેરિયા નિગરાની અને દેશસ્તરીય મામલાઓનો અભ્યાસ.
  • સંશોધન અને વિકાસ (R&D) રિપોર્ટમાં કીટનાશક-ઉપચારિત મચ્છરદાનીઓની ઘટતી અસરકારકતા પર ધ્યાન આપવાની સાથે મેલેરિયા નિયંત્રણના પડકારો પર ગહન વિભાગ પણ છે.

રિપોર્ટની પ્રમુખ ટિપ્પણીઓ

  • મેલેરિયા જેવી બીમારી સામે ઝઝૂમનારા અનેક દેશો COVID-19 મહામારી છતાં વર્ષ 2021માં મેલેરિયા વિરુદ્ધ મજબૂતીથી લડ્યા અને તેથી મેલેરિયાના કેસો અને મૃત્યુની સંખ્યામાં સ્થિરતા આવી છે.
  • મહામારીના પહેલાં વર્ષમાં મેલેરિયાથી થનારાં મૃત્યુ 6,25,000થી ઘટીને વર્ષ 2021માં 6,19,000 થઈ ગયા પરંતુ તો પણ તે વર્ષ 2019માં મહામારી પૂર્વેના વર્ષમાં થયેલા 5,68,000 મોતથી વધુ હતા.
  • 2021માં, આફ્રિકામાં દુનિયાના 2.47 કરોડ મેલેરિયા ચેપના 95% કેસો અને 6,19,000 મોત હતા.
  • મેલેરિયાથી થનારાં કુલ મૃત્યુમાંથી અડધાથી વધુ માત્ર ચાર દેશો-નાઇજીરિયા, તાંઝાનિયા, કોંગો લોકતાંત્રિક ગણરાજ્ય અને નાઈજરમાં થયા હતા.
  • વૈશ્વિક સ્તરે મેલેરિયાથી સૌથી વધુ બોજવાળા 11 દેશો-બુર્કિના ફાસો, કેમરૂન, કોંગો લોકતાંત્રિક ગણરાજ્ય, ઘાના, ભારત, માલી, મોઝામ્બિક, નાઈજર, નાઈજીરિયા, યુગાન્ડા અને તાંઝાનિયા સંયુક્ત ગણરાજ્ય છે.
  • ચાર દેશો જે બેલીજ, કાબો વર્તે, ઈસ્લામી ગણરાજ્ય ઈરાન અને મલેશિયા છે, તેઓએ મુખ્ય માનવ મેલેરિયા પરજીવીના શૂન્ય સ્વદેશી કેસો જાળવી રાખવાની આવશ્યકતા છે. આ બધા દેશો E-2025નો ભાગ છે. E-2025 WHOની એક પહેલ છે, જેનો ઉદ્દેશ બીમારીને નાબૂદ કરવામાં ઓછો બોજ ધરાવતા દેશોના એક જૂથનું સમર્થન કરવાનો છે. WHOએ તેની E-2025 પહેલ અંતર્ગત વર્ષ 2025 સુધી મેલેરિયા ઉન્મૂલન ક્ષમતાવાળા 25 દેશોની ઓળખ કરી છે.

મેલેરિયા વિષે

મેલેરિયા એક મચ્છરજનિત રક્ત રોગ છે. તે પ્લાઝમોડિયમ પરજીવીના કારણે થાય છે. મેલેરિયા મુખ્યત્વે આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં ફેલાય છે, મેલેરિયાનો અટકાવ અને ઈલાજ બન્ને સંભવ છે. આ પરજીવીનો પ્રસાર ચેપગ્રસ્ત માદા એનોફિલીઝ મચ્છરો કરડવાથી થાય છે.

4.5/5 - (2 votes)

અસ્લમ માથકીયા

Founder & CEO

મારુ નામ અસ્લમ માથકીયા છે. હું Aslam Mathakiya.com નો ફાઉન્ડર છું, મે આ પર્સનલ બ્લોગ સામાન્ય વ્યક્તિઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી ઉપયોગી માહિતી મળી રહે જેવીકે, સમાચાર, સ્પોર્ટ્સ સમાચાર, હેલ્થ રિલેટેડ તમામ અપડેટ, રોગો વિષે સામાન્ય માહિતી, વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન, વ્યક્તિ વિશેષ વગેરે માહિતી તમારા સુધી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Comment