વિશ્વમાં કુલ ટીબીનાં કેઇસો પૈકી સૌથી વધારે કેસ ભારતમાં છે. સંખ્યાની દૃષ્ટિએ લગભગ દોઢ કરોડ ક્ષયના કેઇસ જેમાંથી લગભગ ચાલીસ લાખ જેટલા ચેપી પ્રકારના કેસ ભારતમાં છે, જેમાં દર વર્ષે દસ લાખ ચેપી પ્રકારનાં સહીત કુલ બાવીસ લાખ નવા કેસોનો ઉમેરો થતો રહે છે.
દર દોઢ મિનીટે એકથી વધારે અને રોજનાં એક હજારથી વધુ મૃત્યુ ટીબીના કારણે થાય છે. દર વર્ષે કુલ ૨.૫ લાખ મરણ સાથે ભારતમાં કુલ મૃત્યુના દસ ટકાથી વધારે મોત માટે ટીબી રોગ જવાબદાર છે. વસ્તીના ધોરણે દર લાખની વસ્તીએ ત્રેપન મૃત્યુ દર વર્ષે ક્ષય રોગના કારણે થાય છે.
ક્ષય રોગના કુલ કેસોમાં એંસી ટકાથી વધુ કેઇરા અને મૃત્યુ સામાન્ય રીતે ઉત્પાદક પ્રવૃતિ સાથે સંકળાયેલ વય જુથના લોકોમાં થાય છે જેનાં કારણે ક્ષય રોગના નિદાન,સારવાર, આરોગ્ય સેવાઓનો વપરાશ દવાઓ, ફોલોઅપ, હોસ્પિટલમાં રોકાણથી ઉત્પાદકતામાં ઘટાડો વગેરે ઉપરાંત ક્ષયના મૃત્યુનાં કારણે એક અંદાજ મુજબ દર લાખની વસ્તીએ દર વરસે ત્રણ કરોડ જેટલું આર્થિક નુકશાન જનસમુદાય અને દેશને થઇ રહેલ છે.
ઉપરાંત ધીમે ધીમે ભારતમાં એચ.આઇ.વી. ચેપનો ફેલાવો વધતો જાય છે. એચ.આઇ.વી. ચેપવાળી વ્યકિતમાં આજ જીવન ક્ષયનું લેખમ સામાન્ય વ્યકિત કરતા આઠ થી દસ ગણું વધારે હોઇ આવનાર સમયમાં ક્ષયનું પ્રમાણ વધી શકે છે.
તદ્ઉપરાંત ક્ષયની સારવાર પ્રાથમિક દવાઓ જે લગભગ નવાણું ટકા ઉપરાંતના કેસોમાં અસરકારક સાબીત થયેલ છે. આ દવાઓ સામે ક્ષય રોગનાં જંતુઓ પ્રતિરોધ (રેજીસ્ટન્સ) મેળવતા જાય છે અને આવા રેજીસ્ટન્સનું પ્રમાણ ક્રમશઃ વધતું ચાલ્યું છે. જેના કારણે હાલમાં અસરકારક ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અમલી નહીં બને તો ક્ષય રોગનું નિયંત્રણ કરવું મુશ્કેલ કે કદાચ અશકય બની શકે કારણ કે ક્ષયની સારવારની નવી (સેકન્ડ લાઇન) દવાઓ ખુબ જ ખર્ચાળ છે. તેમજ આ દવાથી એક દર્દીને સારવારનો ખર્ચ આશરે દોઢ લાખ થાય અને આટલા ખર્ચ બાદ પણ તેની અસરકારકતા ફકત પચાસ થી સાઇઠ ટકા જેટલી જ જોવા મળે છે.
ક્ષય એટલે શું?
ક્ષય એ માઇકોબેકટેરીયમ ટયુબરક્યુલોસીસ નામનાં જંતુથી થતો અતી ચેપી રોગ છે જે સામાન્ય રીતે એસી ટકાથી વધુ કિસ્સામાં ફેફસામાં થાય છે. પંદરથી વીસ ટકા જેટલા કિસ્સામાં શરીરના અન્ય ભાગોમાં થાય છે જેવા કે, લસીકાગ્રંથી, હાડકા, સાંધાઓ, આંતરડું મગજ વિગેરે.
ક્ષય રોગનો ફેલાવો
ક્ષય રોગ હવા મારફતે ફેલાય છે ફેફસાનાં ક્ષયના દર્દીઓ જ રોગના ફેલાવા માટે જવાબદાર હોય છે. ફેફસા સિવાયના અવયવોના ક્ષય રોગનાં ફેલાવા માટે જવાબદાર નથી ફેફસાનાં ક્ષયમાં જંતુ ગળફામાં કાઢતાં દર્દીઓ અતી ચેપી હોય છે. અને નેવું ટકા ઉપરાંત રોગના ફેલાવા માટે આવા કેસ જવાબદાર હોય છે. આવા દર્દીઓ દરેક ઉધરસ કે છીકો ખાતી વખતે ત્રણ હજાર સુધીની સંખ્યામાં રોગનાં જંતુવાળા છાંટણાઓ (ડ્રોપલેટસ) બહાર ફેંકે છે. આવા જંતુવાળા છાંટણાઓ ચેપ વગરની વ્યકિતઓના શ્વાસમાં જવાથી ચેપ લાગે છે. અને રોગના જંતુ શરીરમાં (ફેફસામાં) દાખલ થયા બાદ ફેફસામાં જયાં લોહી અને શ્વાસની હવામાં રહેલા ગેસની આપલે થાય છે ત્યાં જંતુ પહોંચ્યા બાદ વૃધ્ધિ-વિકાસ પામે છે.
નેવું ટકા કિસ્સામાં પ્રથમ લાગેલ આવો ચેપ આપ મેળે વ્યકિતના શરીરનાં પ્રતિકારનાં કારણે આગળ વધતો અટકે છે અને દશ ટકા જેટલો કિસ્સામાં વહેલા કે મોડા, સામાન્ય રીતે વહેલા જ જંતુઓના વૃધ્ધિ-વિકાસનાં કારણે રોગના લક્ષણો દેખાય છે. સામાન્ય રીતે રોગોનો ફેલાવો ઘર કે મકાનની અંદર જ સ્મિયર પોઝીટીવ કેઈસના લાંબા સમયના ઘનિષ્ઠ સંપર્કથી જ થાય છે. ચેપમાંથી રોગ લાગુ પડવા શ્વાસમાં લીધેલ હવામાં રોગના જંતુઓનું પ્રમાણ, આવી ચેપી હવા કેટલા પ્રમાણમાં શ્વાસમાં લીધેલ છે, તથા જે-તે વ્યકિતની રોગ ગ્રહણશીલતા અને સ્મીયર પોઝીટીવ દર્દીના સંપર્કની ધનિષ્ઠતા ઉપર આધાર રાખે છે.
એક વખત ચેપ લાગ્યા બાદ ચેપવાળી વ્યકિતને રોગ ઉત્પન્ન થવાના મુખ્ય કારણો વ્યકિતના શરીરનાં આંતરીક હોય છે. જેવા કે અગાઉનો ચેપ, ઉમર, જાતિ, વારસાઇ પરિબળો, ઇમ્યુનો સપ્રેશન, ચેપ દરમ્યાન દાખલ થતા બેકટેરીયાનું પ્રમાણ, પોષણ સ્તરની સ્થિતી, એચ. આઇ. વી. નો ચેપ અને અન્ય રોગો જેવા કે સીલીકોસીસ, દારૂનું વ્યસન, માથુ, ડોક કે લસિકા ગ્રંથીનું કેન્સર મુખ્ય છે.
તદ્દઉપરાંત વ્યકિતનાં આવાસની સ્થિતી, ઘર વિહોણાપણું, રહેણાંકની ગીચતા, નીચુ-શિક્ષણસ્તર, દેશાંતર, નાની ઉંમરે લગ્ન, મોટા કુટુંબો, વસ્તી વિસ્ફોટ, નીચુ જીવન ધોરણ અને દવા પ્રતિરોધ વિગેરે પરિબળો ટીબી ના ચેપને અને તે રીતે રોગના ફેલાવાને અસર કરે છે.
ક્ષય/ટીબી રોગના લક્ષણો
- બે અઠવાડીયા કે વધુ સમયથી ખાંસી (ઉધરસ) આવવી.
- જીર્ણ તાવ રહેવો (ખાસ-સાંજના સમયે).
- છાતીમાં દુખાવો.
- ગળફામાં લોહીનું પડવું.
- ભુખ ખોછી લાગવી.
- વજનમાં ઘટાડો થવો.
આ લક્ષણો ફેફસાનાં ક્ષયનાં છે. ફેફસા સિવાયનાં ક્ષયમાં જીર્ણ તાવ, ભુખ અને વજનમાં ઘટાડો ઉપરાંત રોગની અસરવાળા અવયવ પ્રમાણે સોજો, દુખાવો, વિગેરે લક્ષણો હોય છે.
ટીબી રોગનું નિદાન
ફેરફસાનાં ક્ષય(ટીબી)નાં નિદાન માટે મુખ્ય પધ્ધતિઓ નીચે પ્રમાણે છે.
જીન એક્સપર્ટ (CBNAAT)
ક્ષયનાં જંતુ શોધવા માટે ગળફાની કલ્ચર (CBNAAT) એ સર્વશ્રેષ્ઠ અને ચોકકસ નિદાન પધ્ધતિ છે. જે ક્ષયનાં નિદાન માટે સો-ટચના સોના જેવી છે. આ નિદાનનું પરિણામ ફકત બે જ કલાકમાં આવે છે. આ નિદાનની સેવા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે વિના મુલ્યે ઉપલબ્ધ છે.
એકસરે (X-RAY)
ક્ષયનું એકસ-રે દ્વારા નિદાન મર્યાદીત ધોરણે થઇ શકે છે ગળફાના કલ્ચરની સરખામણીએ થોડી સસ્તી પધ્ધતિ હોવા છતાં પ્રમાણમાં ખર્ચાળ પધ્ધતિ છે. આ સેવાઓ તમામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને હસ્પિટલ ખાતે વિના મુલ્યે ઉપલબ્ધ છે. તે રોગના સક્રિયપણા કે ચેપી પણા વિષે, પ્રગતિ અંગે કોઇ માહિતી આપી શકે નહીં એકલા એકસ-રે દ્વારા નિદાન થતા ક્ષયના કેસોમાં સીતેર ટકા વ્યકિતને ક્ષયનું નિદાન ચોકકસ હોતું નથી. આથી એકસ-રે આધુનિક તબીબી વિજ્ઞાનમાં ક્ષયનાં નિદાન માટે આ પછીની પધ્ધતી સ્પુટમ માઇક્રોસ્કોપીની સાથે જ અને તેની મદદમાંજ ઉપયોગમાં લેવામાં આવે છે.
સ્પુટમ માઈક્રોસ્કોપી (ગળફાની સૂક્ષ્મદર્શક યંત્ર વડે તપાસ)
વિકાસશીલ દેશોમાં ક્ષેત્રિય પરિસ્થિતીમાં શંકાસ્પદ દર્દીના ગળફાની સુક્ષ્મદર્શક યંત્ર વડેની તપાસ એ સર્વશ્રેષ્ઠ નિદાન પધ્ધતિ છે જે સીધી, સાદી, સસ્તી, ઝડપી અને ચોકકસ પધ્ધતિ છે. થોડી તાલીમ બધ્ધ સ્ટાફ અને સાદા સાધનો વડે આ પધ્ધતિ દ્વારા રોગના સક્રિયપણા કે ચેપીપણા તેમજ પ્રગતિ અંગે ચોકકસ માહિતી મેળવી શકાય છે. પરિણામ તુરત જ મળતું હોવાથી દર્દીને સારવાર માટે રાહ જોવી પડતી નથી તેમજ સરકારશ્રીનાં તમામ આરોગ્યના કેન્દ્ર કે હોસ્પીટલોમાં કાયમી ધોરણે વિના મુલ્યે ઉપલબ્ધ છે.
ટીબી નિદાન સાથે કરવામા આવતા અન્ય લેબોરેટરી ટેસ્ટ
ટીબીની સારવાર ચાલુ કરતા પહેલા લોહીની HIV ટેસ્ટીંગ અને ડાયાબીટીસનો રીપોર્ટ કરાવવો જરૂરી છે.
ક્યુબરક્યુલીન ટેસ્ટ
પાંચ વર્ષની ઉંમર બાદ આ તપાસનું નિદાન માટે ખાસ મહત્વ નથી કારણ કે…
- આ તપાસ ફકત ચેપ છે કે નહિ તે જ નકકી કરે છે તેથી ક્ષય રોગના નિદાન માટે મહત્વનું નથી.
- પુખ્ત વયના ચાલીસ ટકા ઉપરાંત લોકો ક્ષયનાં જંતુઓનો ચેપ ધરાવતા હોય છે.
- અસાધારણ માઇકો બેકટેરીયાનાં ચેપવાળી વ્યકિતઓ ખોટા પોઝીટીવ પરિણામ આપી શકે. ગંભીર પ્રકારના ટીબી જેવા કે મિલીયરી-ટયુબરકયુલોસીસમાં ખોટુ પરિણામ મળી શકે.
- ઇમ્યુનોસપ્રેસીવ દવાઓ લેતી વ્યકિત કે ઇમ્યુનો સપ્રેસીવ રોગવાળી વ્યકિતઓ ખોટું પરિણામ આપી શકે.
ટીબી રોગની સારવાર
પ્રાથમિક રીતે ક્ષય રોગની સારવાર માટે આઇસોનીયાઝાઇડ, ઇથામ્બ્યુટોલ, રીફામ્પીસીન, પાયરાઝીનામાઇડ અને સ્ટ્રેપ્ટોમાઇસીન નામની પાંચ દવાઓ વપરાય છે. જે પૈકી સ્ટ્રેપ્ટોમાઇસીન ઇન્જેકશન મારફતે અપાય છે. બાકીની દવાઓ મો વાટે આપવામાં આવે છે.
સ્ટ્રેપ્ટોમાઇસીન ઇન્જેકશન અત્યારની રેજિમેનમાં આપવામાં આવતા નથી, પરંતુ અમુક કિસ્સાઓમાં ડોક્ટરની ભલામણથી આપવામાં આવે છે.
ટીબી ના દર્દીને સાજા કરવા માટે આ દવાઓ નિયત કરેલા ડોઝમાં તથા નિયત કરેલ કોમ્બીનેશન અને નિયત સમય આંતરે દરરોજ નિયમિત રીતે આપવાથી ક્ષય રોગ ચોકકસ મટી શકે છે. પરંતુ મોટા ભાગના દર્દીઓ અનિયમિત અને અધુરી દવાઓ લેતા હોવાથી તેમજ વૈજ્ઞાનિક રીતે નકકી કરેલ દવાનાં કોમ્બીનેશનમાં વ્યકિતગત ધોરણે તબીબ મારફતે કરાતાં ફેરફારને કારણે અસરકારક ક્ષય વિરોધી દવાઓ ઘરબેઠા નિયમિત અને પુરા સમય સુધી લેવામાં આવે તો ઇન્ડોર દર્દીઓ જેવા જ પરિણામો મળી શકે છે. દર્દીની સામાન્ય સ્થિતી ખરાબ હોય. દર્દીને સતત તાવ, શ્વાસ કે, છાતીમાં દુખાવો રહે. અગર તો ગળફામાં સતત લોહી પડે અથવા દવાની આડ અસરો હોય તે સિવાય દર્દીને હોસ્પીટલ કે સેનેટોરીચમમાં દાખલ કરવાની જરૂર રહેતી નથી ઘરે બેઠા સારવાર લેતાં દર્દીઓ દરરોજ નિયમિત સારવાર ચાલુ રાખે તો અઠવાડીયા બાદ તેમના કુટુંબ કે સમાજ માટે રોગનાં ચેપ ફેલાવવા માટે સમાજના અન્ય વ્યકિતઓ કરતાં વિશેષ જોખમ રૂપ નથી.
ક્ષય વિરોધી દાઓ પૈકી ઇથામ્બ્યુટોલ બેકટેરીયોસ્ટેટીક ા છે જે બેકટેરીયાનાં વૃધ્ધિ વિકાસ અટકાવે છે. જયારે બાકીની દવાઓ બેકટેરીસીડલ છે. જે સતત વૃધ્ધિ વિકાસ પામતાં બેકટેરીયાને મારી નાખે છે.
સામાન્ય રીતે ટીબી નાં રોગનાં મોટા પ્રમાણમાં જંતુઓ ધરાવતાં દર્દીઓ તેનાં ગળફામાં રોગનાં જીવાણુંઓ બહાર કાઢતા હોય છે. અને મોટી સંખ્યામાં બેકટેરીયા હોવાનાં કારણે આવા કિસ્સામાં વધુ શકિતશાળી સારવાર આપવી પડે છે. જયારે ગળફામા રોગનાં જંતુ આવતા ન હોય તેવા કિસ્સામાં ક્ષયનાં જંતુનુ પ્રમાણ ઘણું ઓછું હોય છે. અને પ્રમાણમાં દર્દીના શરીરની આંતરીક રોગ-પ્રતિકારક શકિત વધુ સારી હોવાથી ઓછી શકિતશાળી સારવાર આપવામાં આવે છે. ઘનિષ્ઠ સારવારના તબકકા દરમ્યાન દવાઓની અસર નીચે નેવું થી પંચાણું ટકા રોગનાં જંતુઓ નાશ પામે છે. જયારે બાકી રહેતાં પાંચ થી દસ ટકા રોગનાં જંતુઓ પર એક પણ ક્ષય વિરોઘી દવા કામ આપતી નથી છતાં પણ સતત સારવારનો તબકકો અનિવાર્ય છે. કારણ કે બાકી રહેતાં પાંચથી દસ ટકા જંતુઓ શરીરની આંતરીક રોગ પ્રતિકારક શકિત ઘટે ત્યારે સ્વમેળે ફરી વૃધ્ધિ-વિકાસની શકિત મેળવી લે છે. અને આ બેકટેરીચાની સંખ્યા બમણી થવાનો સમય સોળ થી વીસ કલાકનો હોવાથી એકથી બે અઠવાડીયામાં કુલ બેકટેરીયા કરોડોની સંખ્યામાં પહોંચી શકે છે. સતત સારવારના તબકકામાં અપાતી દવાઓ જો બેકટેરીયા વૃધ્ધિ-વિકાસની શિકત મેળવી લે તો તુરત આવા બેકટેરીયાનો નાશ કરે છે.
એન.ટી.ઇ.પી. (નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમિનેશન પ્રોગ્રામ)
ટીબીનાં અમુક દર્દીઓ અનિયમિત અને અધુરી સારવાર લેતા હોવાથી તમામ ક્ષયનાં દર્દીઓને તબીબી-વિજ્ઞાનની દ્રષ્ટિએ કક્ષા પ્રમાણે જરૂરી હોય તેવી સારવારમાં ચુસ્ત રીતે નિયમિતતા જાળવવીજરૂરી છે. તમામ ટી.બી.ના દર્દીને આરોગ્ય તંત્રને જવાબદાર વ્યકિતની દેખરેખ હેઠળ (DOTS) સારવાર આપવાનો અભિગમ સને ૨૦૦૦ થી શરૂ કરવામાં આવેલ છે.