વિક્રમ સારાભાઈ પર નિબંધ – જીવન પરિચય | નિબંધ ગુજરાતી

વિક્રમ સારાભાઈ પર નિબંધ – જીવન પરિચય, માતા/પિતાનું નામ, જન્મ સ્થળ અને તારીખ, મૃત્યુ તારિખ, ભારત સરકાર દ્રારા મળેળ એવોર્ડ, સ્ટોરી (Story), વિક્રમ સારાભાઈ માહિતી.

ગુજરાતની ધરતી ધન્ય છે. જ્યાં અનેક મહાપુરુષો, સંતો, વેપારીઓ, દેશ સેવકો, વૈજ્ઞાનિકોએ જન્મ લીધો છે. અન્ય વિભૂતિઓએ દેશ અને દુનિયામાં નામના-ખ્યાતિ ગુજરાતને ભેટ ધરી છે.

નામ વિક્રમ સારાભાઈ
જન્મ તારીખ 12 ઓગસ્ટ 1919
જન્મ સ્થળ અમદાવાદ, ગુજરાત
ક્ષેત્ર વૈજ્ઞાનિક
પિતા અંબાલાલ સારાભાઈ
માતા સરલાદેવી

ભારતમાં અનેક પ્રખર વૈજ્ઞાનિકો થઈ ગયાં. એમાં વિક્રમ સારાભાઈનો સમાવેશ પણ થાય છે. વિક્રમ સારાભાઈ તેમના સંશોધન અને વિજ્ઞાનપ્રિતીને કારણે દેશમાં નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં કીર્તિના કારણે માનવને બદલે ‘વિશ્વમાનવ’ બની ગયાં.

પિતાનું નામ અંબાલાલ સારાભાઈ અને માતાનું નામ સરલાદેવી. પિતા અમદાવાદના મિલના માલિક હતા. આવા ઉત્તમ શ્રેષ્ઠી કુટુંબમાં જન્મેલા વિક્રમ સારાભાઈનું બાળપણ અનોખું હતું. નાનપણથી જ વિજ્ઞાન અને ગણિત એમના મનગમતા વિષયો હતા. યંત્રો- ઓજારોની બનાવટ તપાસવામાં એમને રસ હતો. ૧૯૪૦માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે તેમણે બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ ન્યૂક્લિયર ફિઝિક્સમાં તેમણે આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. ૧૯૪૫માં વિશ્વયુદ્ધ પૂરું થતાં ફરી પાછા કેમ્બ્રિજ ગયા અને ‘કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઈન ટ્રોપીકલ લેટિટ્યૂઝ’એ વિષય પર મહાનિબંધ રચ્યો અને પી.એચડી.ની પદવી મેળવી.

વિક્રમભાઈ ઉત્તમ વૈજ્ઞાનિક હતા. વિજ્ઞાન એમનું જીવન હતું. વિજ્ઞાન ક્ષેત્રે એમણે અનેક સંકલ્પો કર્યાં હતાં. એમના મનમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી.

એમણે વિજ્ઞાન ક્ષેત્રે અનેક સ્વપ્નો નક્કી કર્યું. આ માટે અમદાવાદમાં ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી(પી.આર, એલ.)ની સ્થાપના કરી. ભારતે અવકાશ સંશોધનના ક્ષેત્રમાં જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે. અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પા અહીં વિકાસ થયો. ૧૯૭૪માં અવકાશમાં છોડવામાં આવેલા ભારતના ઉપગ્રહની ઘણી ખરી રચના અહીં એમના હસ્તક થઈ હતી. પી.આર.એલ.ની સફળતા પાછળ વિક્રમભાઈની મહેનત હતી. આ ઉપરાંત અમદાવાદમાં બીજી અનેક સંસ્થાઓના સર્જનમાં એમનો ફાળો છે. અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઈ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન, ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થાઓનો સમાવેશ થાય છે.

ઈ.સ. ૧૯૬૧માં વિક્રમભાઈની અણુશક્તિ પંચના એક સભ્ય તરીકે નિયુક્તિ થઈ અને તેઓ રાષ્ટ્રીય ફલક પર ખ્યાતનામ થયા.

૧૯૬૨માં શાંતિસ્વરૂપ ભટનાગર સ્મારક ચંદ્રક એનાયત (પદ્મભુષણ’નો ઈલ્કાબ મળ્યો.) આ જ અમમ તેઓ ઇન્ડિયન સાયન્સ ગેરના મૌતિક વિજ્ઞાનના પ્રમુખ બન્યા.

૧૯૬૬માં ડૉ. હોમીભાભાના અવસાન બાદ તેઓને અણુશક્તિ પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

૧૯૭૦માં ઇન્ટરનેશનલ એટમિક એજન્સીના ૧૪મી જન૨લ કોન્ફરન્સના પ્રમુખ બન્યા.

ભારત યુદ્ધને માટે અણુશક્તિનો ઉપયોગ કરતું નથી, પરંતુ સંરક્ષણ માટે પૂરેપૂરું સજ્જ છે એવું સાબિત કરવાની તેમની નેમ હતી.

૧૯૭૪માં પોખ૨ણમાં અણુધડાકો કરવામાં આવતાં દુનિયાના શક્તિશાળી દેશોમાં ભારતની ગણના થવા લાગી.

અવકાશ સંશોધન ક્ષેત્રમાં પણ એમનું યોગદાન વિશેષ રહ્યું છે. એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોંચાડ્યું. આથી તેઓને ‘અવકાશ યુગના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિક્રમ સારાભાઈ વિજ્ઞાનનો માનવજીવનમાં શાંતિમય ઉપયોગ થાય તેના હિમાયતી હતા. એમના નેતૃત્વમાં અનેક નવા સંશોધન કેન્દ્રો સ્થપાયાં. કેરળમાં ‘થુમ્બા’ તેનો જીવતો-જાગતો પુરાવો છે. આ રોકેટ લોન્ચિંગ સ્ટેશન જ્યાંથી અવકાશમાં રોકેટ છોડવામાં આવે છે.

આવા અવકાશી સિતારાની જીવનજ્યોતિ દેશને સતત પ્રેરણા આપતી રહેશે. 1972માં ‘પદ્મવિભૂષણ’નો મરણોત્તર ઈલ્કાબ મેળવીને ગુજરાતનું અને દેશનું ગૌરવ- ગિરમા વધાર્યાં છે.

4/5 - (1 vote)

અસ્લમ માથકીયા

Founder & CEO

મારુ નામ અસ્લમ માથકીયા છે. હું Aslam Mathakiya.com નો ફાઉન્ડર છું, મે આ પર્સનલ બ્લોગ સામાન્ય વ્યક્તિઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી ઉપયોગી માહિતી મળી રહે જેવીકે, સમાચાર, સ્પોર્ટ્સ સમાચાર, હેલ્થ રિલેટેડ તમામ અપડેટ, રોગો વિષે સામાન્ય માહિતી, વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન, વ્યક્તિ વિશેષ વગેરે માહિતી તમારા સુધી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Comment